Monday, May 27, 2013

વીજળીના તાર પર બેઠેલા પક્ષીને કરંટ કેમ લાગતો નથી?


સાયન્સ ટોક
વી જળીનો કરંટ અમુક વખતે જ લાગતો નથી. બાકી તો અનેક કિલોવોટના હિસાબે કરન્ટ જેમાં પસાર થતો હોય એ તાર (હાઇ-ટેન્શન વાયર) હંમેશાં જીવલેણ બને.
વિજ્ઞાનનો સિદ્ધાંત એ છે કે શરીરમાં પ્રવેશતા વિદ્યુતપ્રવાહને આરપાર વહી જવા માટે સુવાહક માર્ગ ન મળે ત્યાં સુધી જોરદાર કરંટ લાગવાનું જોખમ નથી. આમ પક્ષી જ્યારે એકાદ તાર પર બેઠું હોય ત્યારે તેના શરીરમાં થોડીક વીજળી પ્રવેશે ખરી, છતાં તેનું વોલ્ટેજ (દબાણ) તદ્દન નજીવું હોય છે.

પંખીના શરીર પર સોંસરવો તેનો પ્રવાહ નીકળી શકતો નથીકારણ કે નીકળીને જવું ક્યાં? ટૂંકમાં, પંખી એટલો વખત શોકપ્રૂફ રહે છે,પરંતુ તેની પાંખ બીજા વાયરને અડકી જાય કે પછી જમીન સાથે સંપર્ક ધરાવતી બીજી કશીક વસ્તુને અડકે તો સરકીટ પૂરી થાય અને તત્કાળ વહેવા માંડતી બેસુમાર વીજળી તે પક્ષીને મારી નાખે! ઉપલા ચિત્રમાં વીજળીના થાંભલા પર લેન્ડિંગ કરતા સોનેરી ગરુડની પાંખો તેના માટે જીવલેણ નીવડે એટલી લાંબી છે! 

No comments:

Post a Comment