Saturday, March 30, 2013

દુબઈમાં વિશ્વનો સૌથી મોટો સૌર ઊર્જા પ્લાન્ટ



દુબઇ, તા. ૧૮
ઓઇલના ધનિક દેશ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ) એ સત્તાવાર રીતે વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ શરૂ. કર્યો છે.યુએઇના પ્રમુખ અને અબુધાબીના શાહ શેખ ખલીફા બિન જાયેદે મદિનાત જાયેદમાં આ સૌર સ્ટેશન 'શમ્સ ૧'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપપ્રમુખ અને વડાપ્રધાન રાશિદ અલ મકતૌમ પણ હાજર હતા.
'શમ્સ ૧'નું નિર્માણ અબુધાબીની કંપની મસદર અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ટોટલ તથા એબેન્જોએ સંયુક્ત રીતે કર્યું છે. સોલર એનર્જી પ્લાન્ટનાં નિર્માણની શરૂ.આત ૨૦૧૦માં કરવામાં આવી હતી.  
આ સિવાય...
તેનાથી યુએઇનું કાર્બનઉત્સર્જન ઓછું થશે, હવે પ્રતિ વર્ષ ૧,૭૫,૦૦૦ ટન કાર્બન ડાઇઓક્સાઇડનું ઉત્સર્જન ઓછું થશે, જે ૧૫ લાખ ઝાડ ઉગાડવા બરાબર છે એટલે કે ૧૫,૦૦૦ કાર રસ્તા પર ઓછી ચાલતી હોય તેટલું છે. આ સોલર એનર્જી પ્લાન્ટ ૨.૫ વર્ગ કિલોમીટર વિસ્તારમાં લગાવવામાં આવ્યો છે, જેનો વિસ્તાર ૨૮૫ ફૂટબોલ મેદાન જેવડો છે. પ્લાન્ટમાં ૨,૫૮,૦૦૦ મિરર ૭૬૮ કલેક્ટર્સ પર લગાવવામાં આવ્યા છે. પ્લાન્ટના મોટાભાગનાં ઉપકરણ ૭૦ સ્થાનિક કંપનીએ તૈયાર કર્યાં છે, એસેમ્બ્લીંગ પણ સ્થાનિક કંપની આમનાએ કર્યું છે.