Friday, August 23, 2013

બેટરીમાં વીજળીનો સંગ્રહ કેવી રીતે થાય છે?


Aug 09, 2013



નોલેજ ઝોન
આધુનિક સમયમાં માણસનું જીવન બેટરી આધારિત થઈ ગયું છે. બેટરીની શોધ થતાં વીજળીથી ચાલતાં ઉપકરણોને ઘણો ફાયદો થયો છે. વીજળી ન હોય તેવાં અંતરિયાળ ગામોમાં પણ લોકો બેટરીના સહારે મોબાઇલ ફોન, કમ્પ્યુટર,ઘડિયાળ જેવાં વિવિધ ઉપકરણો વાપરી શકે છે. ઘડિયાળના નાનકડા સેલથી લઈને આખા ગામને વીજળી પૂરી પાડી શકે તેવી બેટરી પણ બને છે. બેટરી એ એક રાસાયણિક સાધન છેજે રાસાયણિક ક્રિયા દ્વારા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરી તેને સંઘરે છે. બેટરીના એક છેડે વત્તા કે ધન અને બીજા છેડે ઋણ કે ઓછાની નિશાની હોય છે. આ બંને છેડાને ઋણ છેડાના વાયર વડે જોડવાથી ઋણ છેડાના ઇલેક્ટ્રોન ધન તરફ વહે છે અને વાયરમાં વીજળીનો પ્રવાહ શરૂ થાય છે. બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા જાણવા જેવી છે. સલ્ફ્યુરિક એસિડમાં જસતનો સળિયો બોળવામાં આવે તો તે ખવાવા લાગતો હોય છે અને તેમાંથી હાઇડ્રોજન પરપોટા સ્વરૂપે નીકળતો હોય છે. આ રાસાયણિક ક્રિયામાં હાઇડ્રોજનના બે અને સલ્ફરનો એક કણ છૂટો પડે છે. જસત પૂરેપૂરું ઓગળી જાય ત્યાં સુધી આ ક્રિયા ચાલતી હોય છે. હવે જો આ ક્રિયા દરમિયાન તેમાં કાર્બનને સાંકળવામાં આવે તો તેનું પરિણામ બદલાઈ જાય છે. જસતમાંથી છૂટા પડતા ઇલેક્ટ્રોન કાર્બન તરફ ગતિ કરે છે. આ રીતે વીજપ્રવાહ શરૂ થાય છે. સલ્ફ્યુરિક એસિડ અને જસત ઉપરાંત પણ બીજાં અનેક રસાયણો તેમજ ધાતુઓ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. બેટરી આ રાસાયણિક પ્રક્રિયાથી પોતાનું કામ કરે