Tuesday, July 31, 2012

સેલ કઈ રીતે કામ કરે છે?


Jul 27, 2012

સાયન્સ ટોક
રમકડાં, ટીવી, રિમોટ, ટોર્ચ વગેરેમાં આપણે સેલ નાખી તેનો ઉપયોગ કરીએ છીએ. આ સેલના એક છેડે (-) અને બીજા છેડે (+)ની નિશાની હોય છે. (+) નિશાનીને પોઝિટિવ અને (-) નિશાનીને નેગેટિવ કહેવાય. આ બંને છેડાને ધાતુના તાર વડે જોડવાથી તારમાં વીજળીનો પ્રવાહ વહેવા લાગે છે, જેનાથી રમકડાં કે બેટરીમાં લાઇટ થાય છે.ળઆ સેલમાં જસત નામની ધાતુ ભરેલી હોય છે.
તેની વચ્ચે કાર્બનનો સળિયો ઊભો મૂકેલો હોય છે. જેના છેડે પોઝિટિવ (+) અને નીચેના છેડે (-) નેગેટિવ જેને દીવાલ કહી શકાય તે હોય છે. કાર્બનના સળિયાનો ઉપરનો છેડો ધાતુના વાયર વડે જસતની દીવાલ સાથે જોડવામાં આવે એટલે અંદર રહેલા એસિડમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
આ જસતમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડીને કાર્બનના સળિયા તરફ વહેવા લાગે છે જેને વીજળીનો પ્રવાહ કહેવાય. આ સેલમાંનો એસિડ મંદ પડી જાય એટલે પાવર ખલાસ થઈ જાય છે.હાલમાં જસત અને એસિડ સિવાયનાં બીજાં રસાયણોનો ઉપયોગ કરીને પણ સેલ બનાવવામાં આવે છે.